કતલખાના બંધ રાખવા બદલ મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા મુસ્લિમ અગ્રણીનું સન્માન

- text


મોરબી : આજ રોજ 16 સપ્ટેમ્બરના રોજ મહાવીર જયંતિના દિવસે મોરબીમાં કતલખાબના બંધ રાખવા માટે સમસ્ત જૈન સમાજની લાગણીને ધ્યાને લઈ મુસ્લિમ બિરાદરોએ કતલખાના બંધ રાખતા જૈન સમાજ દ્વારા મુસ્લિમ અગ્રણી બાલાભાઈ સુલેમાનીનું સન્માન કરવામાં આવ્યું હતું.

દક્ષાશ્રી માળી મૂર્તિપૂજક વણિક જ્ઞાતિના પ્રમુખ પરેશભાઈ શાહ દ્વારા મહાવીર જયંતિના દિવસે મોરબીમાં કતલખાના બંધ રાખવા રજૂઆત કરાઈ હતી. આ વાત સાથે બાલાભાઈ સુલેમાની સહમત થયા હતા અને મોરબીમાં કતલખાના બંધ રાખવામાં સહયોગ આપ્યો હતો. જે બદલ ગઈકાલે 15 સપ્ટેમ્બર ને શુક્રવારના રોજ સવારે 10-30 કલાકે સમસ્ત જૈન સંઘોની ઉપસ્થિતિમાં સ્થાનકવાસી પ્લોટ જૈન ઉપાશ્રય ખાતે બાલાભાઈ સુલેમાનીનું સન્માન કરાયું હતું. આ તકે શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સોની બજારના પ્રમુખ નવીનભાઈ દોશી, યોગેશભાઈ એસ મહેતા, સ્થાનકવાસી જૈન પ્લોટ ઉપાશ્રયના દેવાંગભાઈ દોશી, શ્રી જૈન તપગચ્છ સંઘ દરબારગઢના કલ્પેશભાઈ ઘોઘાણી, ભાવેશભાઈ શાહ, પ્લોટ જૈન તપગચ્છ સંઘના ભગવાનજીભાઈ શાહ, બીપીનભાઈ એચ. મહેતા, ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ રમેશભાઈ મહેતા, પરેશભાઈ મહેતા, શ્રી જૈન સોશિયલ ગ્રુપના નીતિનભાઈ મહેતા, સ્થાનકવાસી જૈન યુવક મંડળના પ્રમુખ મનોજભાઈ દેસાઈ, રાજુભાઈ એમ.ગાંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text