વાંકાનેર તાલુકા પંચાયતના આગામી અઢી વર્ષના શાસન માટે પ્રમુખ, ઉપપ્રમુખની વરણી

- text


રાજ્ય સભા સાંસદ મહારાણા કેસરીદેવસિંહ ઝાલાના માર્ગ દર્શન હેઠળ ભારતીય જનતા પાર્ટીએ આવનારા અઢી વર્ષ માટે ફરીથી બહુમતી સાબિત કરતા દબદબો યથાવત

વાંકાનેર : વાંકાનેર તાલુકા પંચાયતમાં આગામી અઢી વર્ષના શાસન માટે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપના બન્ને મહિલા ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો હતો.

વાંકાનેર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદના જંગ માટે ભાજપ તરફથી કૈલાશબા હરિસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે દેવુબેન હનુભાઈ વીંઝવાડિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી પ્રમુખ પદ માટે કુલસુમબાનું ઉસ્માનગની પરાસરા જયારે ઉપપ્રમુખ પદ માટે રહીમ જલાલ ખોરજીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા જેમાં આજે ચૂંટણી યોજાતા પ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર કૈલાશબા હરિસિંહ ઝાલાને કુલ 13 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કુલસુમબાનું ઉસ્માનગની પરાસરાને 08 મત મળ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપના ઉમેદવાર દેવુબેન હનુભાઈ વીંઝવાડિયાને 13 મત અને કોંગ્રેસના ઉમેદવાર રહીમ જલાલ ખોરજીયાને 8 મત મળ્યા હતા. આમ વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખ બંને પદ માટે ભાજપના ઉમેદવારો વિજેતા જાહેર થયા છે.

કોંગ્રેસને આશા હતી કે ભાજપમાં અસંતોષ હોવાના કારણે તેમનો લાભ કોંગ્રેસને મળશે તેવી આશાએ પ્રમુખ ઉપપ્રમુખના ઉમેદવારો ઊભા રાખી દાવેદારી નોંધાવવામાં આવી હતી પરંતુ થયું એવું કે ભાજપમાંથી લાભ મળવાના બદલે તેમના પોતાના જ સભ્યો ભાજપમાં જતા રહ્યા… !! અને તેની આશા ઉપર પાણી ફરી વળ્યુ

આમ વાંકાનેર તાલુકા પંચાયતમાં બીજી ટર્મ માટે અઢી વર્ષ ફરી પાછું ભાજપનું શાસન યથાવત રહ્યું છે અને આજે વાંકાનેર તાલુકા પંચાયતમાં મહત્વના હોદા પ્રમુખ પ્રમુખ મહિલાના ફાળે આવેલ છે. તેમજ હજુ કારોબારી ચેરમેન પદે જિજ્ઞાશાબેન મેરની વરણી થવાની વર્તુળોમાંથી માહિતી મળી રહી છે ત્યારે હવે સમગ્ર વાંકાનેર તાલુકા પંચાયતનો વહીવટ મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે. જે ખરા અર્થમાં મહિલા સશક્તી કરણનો નજારો જોવા મળશે.

- text

- text