વાંકાનેરમાં શ્વેતામ્બર જૈન તપ ગચ્છ સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી

- text


ભાદરવા સુદ પાંચમનાં રોજ જલ યાત્રાનો ભવ્ય વરઘોડો નીકળશે

વાંકાનેર : વાંકાનેરમાં શ્વેતામ્બર જૈન તપ ગચ્છ સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી તા.12 થી 20 દરમ્યાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરવામાં આવી રહી છે.

જૈનોનાં તપ આરાધનાનાં મહા પર્વ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વનો પ્રારંભ થયો છે. ત્યારે વાંકાનેરમાં શ્વેતામ્બર જૈન તપ ગચ્છ સંઘ દ્વારા ધાર્મિક કાર્યક્રમો સભર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરનાં દરબારગઢ માર્ગ પર આવેલા દેરાસરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. સાધ્વી વર્યા કલાવતી શ્રીજી મ. સા. નાં વિ. સં. 2078નાં ચાતુર્માસ સાનિધ્યમાં સંઘમાં અનેકવિધ તપ આરાધના કરવામાં આવી રહી છે. પ્રભુજીને નિત્યે અવનવી અંગ રચના, વ્યાખ્યાન, દિપ માળા, પ્રતિક્રમણ, પૂજન અર્ચન, વરઘોડો જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. પ્રભુજીના આંગીનાં જૈન જેનેતરો ભાવથી દર્શન કરી રહ્યા છે. તપ આરાધના કરી રહ્યા છે, ભાદરવા સુદ પાંચમનાં રોજ જલ યાત્રાનો ભવ્ય વરઘોડો બેન્ડની સુરાવલીઓ સાથે કાઢવામાં આવશે. પર્યુષણ મહાપર્વની ઉજવણીનાં ધાર્મિક આયોજનો માટે વાંકાનેર શ્વેતામ્બર જૈન તપ ગચ્છ સંઘનાં પ્રમુખ રાજુભાઈ મહેતા અને સેક્રેટરી મુકેશભાઈ દોશી જહેમત ઉઠાવી રહ્યા છે.

- text

- text