મોરબી કોંગ્રેસના આગેવાનો સામેની ફરિયાદમાં તટસ્થ તપાસની માંગ

- text


મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન અપાયું

મોરબી : મોરબી જીલ્લા કોંગ્રેસના આગેવાનો પ્રજાના પ્રશ્નો અને ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરતાં હોય ત્યારે તેની સામે ખોટી ફરિયાદો થતી હોય તે બાબતે, નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવાની માંગ સાથે મોરબી જીલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદન અપાયું છે.

મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનો પ્રજાના પ્રશ્નો સમજી વિચારીને પ્રજાના પ્રશ્ન નું નિરાકરણ આવે તે માટે જે તે વિભાગોમાં રજૂઆત કરતાં હોય પરંતુ ઘણી વખત સત્તાપક્ષ અને તેના સદસ્ય ના અંગત હિતને નુકશાન થતું હોય તેવું લાગે એટલે તેઓ સત્તાનો દૂરઉપયોગ કરી કોંગ્રેસ કાર્યકરો વિરુદ્ધ મનઘડ઼ત આક્ષેપો કરી ફરિયાદો નોંધાવે છે. ત્યારે રજૂઆત એ છે. કે કોંગ્રેસ પક્ષના કોઈ આગેવાન કે કાર્યકર સામે સતા પક્ષના લોકો ખોટી ફરિયાદ નોંધાવે ત્યારે સતા પક્ષના દબાણમાં આવ્યા વગર નિષ્પક્ષ તટસ્થ તપાસ કરવી જરૂરી બને છે. મોરબી જીલ્લામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો પ્રજાના પ્રશ્નો જેવાકે હળવદ મુકામે જી.ઇ.બીને રજૂઆત કરતાં. જી.ઇ.બી.ના કર્મચારીને હાથ્થો બનાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી. તેવીજ રીતે હાલ મોરબી શહેરના કોંગ્રેસના આગેવાનને મોરબી નગર પાલિકાના કર્મચારી દ્વારા સફાઈ કર્મચારી પાસે મંગેલી લાંચ બાબતે ફરિયાદ કરતાં ભાજપના માજી મહિલા સદસ્ય સતાધારી પક્ષનો દૂર ઉપયોગ કાયદાનો ગેર ઉપયોગ કરી ફરિયાદ નોંધાવેલી છે. ત્યારે કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે આ ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા પ્રજાના પ્રશ્નો માટે લડતા કૉંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ સામે સત્તાધારી પક્ષ દ્વારા ખોટી ફરિયાદો કરી હેરાન પરેશાન કરતાં હોય તેથી આ બાબતે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે.

- text

- text