લાયન્સ ક્લબ મોરબી સિટી દ્વારા શિક્ષક સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : આજે 5 સપ્ટેમ્બરના રોજ રોજ શિક્ષક દિન નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા લાયન્સ પરિવાર મોરબી, ટંકારા, તેમજ હળવદના શિક્ષકોના સારસ્વત શિક્ષક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહમાં 20 જેટલા લાયન્સ પરિવારનાં શિક્ષકોને સાલ ઓઢાડી, સન્માન પત્ર આપીને વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીના ન્યૂ પેલેસ ખાતેની શેવી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા આ શિક્ષક સન્માન સમારોહમાં લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલા, ઝોન ત્રણના ઝોન ચેરપર્સન ડો. પ્રેયશભાઈ પંડ્યા, લાયન્સ ક્લબ મોરબી સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, લાયન્સ ક્લબ મોરબી નજરબાગના પ્રમુખ પિયુષભાઈ સાણજા, તેમજ લિયો કલબ મોરબી સિટીના પ્રમુખ ભાવિશા સરળવા, લિયો દીપ મણિયાર તેમજ લાયન્સ ક્લબ મોરબી પરિવારના સર્વે મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શિક્ષકોનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શેવી ઈન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી બીનાબા રાઠોડ, તેમજ સર્વે લાયન્સ મિત્રોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીનગર નર્સિંગ સ્કૂલના ટ્રસ્ટી રમેશભાઈ કૈલાએ કર્યું હોવાનું લાયન્સ ક્લબ મોરબી સિટીના સેક્રેટરી ટી.સી. ફુલતરીયાએ જણાવ્યું હતું.

- text

- text