મોરબીના પુસ્તક પરબમાંથી પ્રેરણા લઈ શાપર ગામે શિક્ષકે શાળામાં ઓપન પુસ્તકાલય બનાવ્યું

- text


પુસ્તક પરબની જેમ જ શાપર ગામની શાળામાં વિધાર્થીઓ માટે ખુલ્લા આકાશ નીચે વૃક્ષોના નયનરમ્ય વાતાવરણમાં પુસ્તકાલય ઉભું કર્યું

મોરબી : મોરબીના સરદાર બાગમાં વર્ષોથી ખુલ્લા આકાશ નીચે વૃક્ષોના નયનરમ્ય વાતાવરણમાં પુસ્તક પરબ ચાલે છે. આવું જ પુસ્તકાલય મોરબીના શાપર ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકે ઉભું કરીને વિધાર્થીઓમાં વાંચન ભૂખ જગાડી છે. એટલું જ નહીં વિધાર્થીઓ મનગમતા પુસ્તકો વાંચવા પ્રેરાય તેવું બેનમૂન વાતાવરણ ઉભું કર્યું છે.

કહેવાય છે કે, એક શિક્ષક કભી સાધારણ નહિ હોતો, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ.આ વાતને મોરબીના શાપર ગામની પ્રાથમિક શાળાના શિક્ષક જયેશભાઇ કાલરીયાએ સિદ્ધ કરી બતાવી છે. માનવના જીવન ઘડતરમાં સારા પુસ્તકોનો મોટો ફાળો હોય શાળાના વિદ્યાર્થીઓ નાનપણથી જ પુસ્તકો વાંચવા પ્રેરાય તે માટે શાળાના ગ્રાઉન્ડને જ તેઓએ પુસ્તકાલય બનાવી દીધું છે. શાળાના ગ્રાઉન્ડમાં ખુલ્લા આકાશ નીચે વૃક્ષોનું નયનરમ્ય વાતાવરણ હોય પુસ્તકો વાંચવા માટે આનાથી ઉમદા સ્થળ બીજું કયું હોઈ શકે. એટલે જ આ શિક્ષકે શાળાના બગીચા જેવા વાતાવરણમાં ખુલ્લા આકાશ નીચે પુસ્તકોનો મોટો ખજાનો વિધાર્થીઓને વાંચવા માટે ખુલ્લો મૂકી દીધો છે. જેમાંથી વિદ્યાર્થીઓ પુસ્તકો વાંચે પણ છે અને ઘરે પણ વાચવા લઈ જઈ શકે છે. શિક્ષકના આ પ્રયોગથી બાળકો અને મોટેરાઓની પણ વાંચન ભૂખ જાગી છે. બાળકો સહિતના લોકો પણ પુસ્તકો વાંચે છે. આવું પુસ્તક પરબ મોરબીમાં વર્ષોથી ચાલે છે. તેમાંથી પ્રેરણા મેળવીને આ શિક્ષકે ગામની શાળામાં પણ પુસ્તકાલય ઉભું કર્યું છે.

- text

- text