મોરબી કોંગ્રેસના આગેવાન સામે થયેલી ફરિયાદ સામે સવાલો ઉઠાવી કોંગ્રેસે તટસ્થ તપાસની માંગ કરી

- text


મોરબી : મોરબીના કોંગ્રેસી આગેવાન રમેશભાઈ રબારી વિરુદ્ધ પૂર્વ મહિલા કાઉન્સિલર દ્વારા ચૂંટણીના મનદુઃખનો ખાર રાખી એટ્રોસિટી એક્ટ મુજબ નોંધાવવામાં આવેલી ફરિયાદમાં કોંગ્રેસી આગવેનોએ આ ફરિયાદ ખોટી હોવાનું જણાવી સમગ્ર બનાવ મામલે તટસ્થ અને ન્યાયી તપાસ કરવા જિલ્લા પોલીસ વડા સમક્ષ માંગ કરી નગરપાલિકાના માજી સદસ્ય કરેલ ફરિયાદ સત્યથી વેગડી હોવાનો આક્ષેપ કર્યો હતો.

- text

મોરબી જિલ્લા કોંગ્રેસ મહા મંત્રી મહેરાજ્યગુરુ, તાલુકા કોગ્રેસ પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મોરબી શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી અને કોગ્રેસના સિનિયર આગેવાન એલ એમ કંઝારિયા સહિતના આગેવાનોએ મોરબી જિલ્લા પોલીસવડાને રજુઆત કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસના અગ્રણી રમેશભાઈ રબારી વિરુદ્ધ થયેલી ફરિયાદ સત્યથી વેગડી છે, કોગ્રેસ આગેવાન રમેશભાઈ રબારીએ મોરબી નગરપાલિકાના સફાઈ કર્મચારી પાસેથી એક લાખ રૂપિયા લેવા મામલે કડક કાર્યવાહી કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા હિત ધરાવતા લોકોને આ વાત માફક નહિ આવતા કોગ્રેસ આગેવાનને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે પોલીસ વિભાગમાં કાયદાનો ગેર ઉપયોગ કરી ફરિયાદ નોઘવેલ છે. ત્યારે આ બાબતની તટસ્થ અને સતાપક્ષના દબાણમાં આવ્યા વગર તપાસ કરવા રજૂઆત કરી હતી. સાથે જ ફરિયાદમાં ચૂંટણીનું કારણ બતાવ્યું છે પણ ચૂંટણી થયે તો બે થી વઘુ વરસ નો સમય જતો રહ્યો ત્યારે હવે આવી ફરિયાદ શા માટે ? તે પણ વિચાર માંગી લે તેવી વાત છે. સાથેજ ફોનના લોકેશન મેળવી ન્યાયી તટસ્થ તપાસ કરવા કોંગ્રેસી આગેવાનોએ અંતમાં રજુઆતમાં જણાવ્યું હતું.

- text