મોરબીના બેલા અને વાંકાનેરના રાતાવિરડામાં ધમધમતા બે જુગારધામ ઝડપાયા

- text


મોરબી એલસીબીએ બન્ને જગ્યાએ જુગારની રેઇડ કરી જુગાર રમતા ૨૦ આરોપીઓને ઝડપી લીધા

મોરબી : મોરબી જિલ્લામાં શ્રાવણીયા જુગારે માજા મુકતા પોલીસે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મોરબી એલસીબીએ મોરબીના બેલા ગામ કારખાનાની ઓફીસમાં અને વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં નવા બનતા કારખાના પાછળ આવેલ ખેતરની ઓરડીમાં ધમધમતા જુગારધામને ઝડપી લીધું હતું. મોરબી એલસીબીએ બન્ને જગ્યાએ જુગારની રેઇડ કરી જુગાર રમતા ૨૦ આરોપીઓને ઝડપી લીધા હતા.

પ્રથમ દરોડામાં મોરબી એલસીબીને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી ગોરધનભાઇ છનાભાઇ કોળી રહે.રાતાવીરડા તા.વાંકાનેર વાળા રાતાવીરડા ગામની સીમ ભીમગુડા જવાના માર્ગે નવા બનતા કારખાના પાછળ ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી પૈસાની હારજીતનો તીનપતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે ત્યાં રેઇડ કરીને જુગાર રમતા ગોરધનભાઇ છનાભાઇ અબાસણીયા,છગનભાઇ સતાભાઇ મુંધવા, ચંદુભાઇ સોમાભાઇ રીબડીયા, પ્રભુભાઇ ભગવાનજીભાઇ ચાવડા, શાંતિદાસ વજેરામભાઇ દુધરેજીયા, કૌશિકભાઇ મહેશભાઇ કંઝારીયા, જગદિશભાઇ ખીમાભાઇ રબારી, કમલેશભાઇ છગનભાઇ સંઘાણી, મીઠાભાઇ રણછોડભાઇ રાવા, મયુરભા પ્રવિણભા ગઢવી, મુકેશભાઇ રેવાભાઇ રાતડીયા,રાજ કનુભાઇ રતનને રોકડા રૂ.૪,૫૨,૨૦૦ સાથે ઝડપી લીધા હતા.

- text

બીજા દરોડામાં મોરબી એલસીબીએ જેતપર રોડ બેલા ગામની સીમમાં આવેલ ઇમ્પેલર કવાર્સ એલ.એલ.પી.કારખાનની ઓફીસમાંથી જુગાર રમતા મયુરભાઇ કેશવજીભાઇ પટેલ, કલ્પેશભાઇ ગણેશભાઇ પટેલ, પ્રકાશભાઇ મનસુખભાઇ પટેલ, હિતેષભાઇ નરભેરામભાઇ પટેલ, નિલેશભાઇ મહાદેવભાઇ પટેલ, અંકુરભાઇ ગણેશભાઇ પટેલ, અલ્પેશભાઇ ડાયાભાઇ પટેલ, શૈલેષભાઇ મનજીભાઇ પટેલને રોકડા રૂ.૩,૫૨,૨૦૦નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

- text