શિક્ષક બન્યા સમ્રાટ ! મોરબીના શિક્ષકે નાટકમાં અભિનયના ઓજસ પાથર્યા

- text


પાનેલી પ્રા.શાળાના શિક્ષકે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની મુખ્ય ભૂમિકા ભજવી સૌના મન મોહી લીધા

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ખાતે ગૌસેવા યુવક મંડળ દ્વારા ગૌમાતાના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના શિક્ષકે સમ્રાટ બની અભિનયના ઓજસ પાથર્યા હતા.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સહ સંગઠન મંત્રી અને પાનેલી પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક હિતેશભાઈ પાંચોટીયાએ મહેન્દ્રનગર ખાતે આયોજિત નાટક સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણમાં મુખ્ય ભૂમિકામાં અભિનયના ઓજસ પાથરી સૌના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ પ્રેક્ષકો એમના એક એક સંવાદ, ડાયલોગ અને એમના અભિનયકલા પર આફરીન પોકારી ગયા હતા અને પ્રેક્ષકોએ ગૌ સેવાના લાભાર્થે ધનરાશી અર્પણ કરીને ગૌમાતાની સેવાનો લાભ મેળવ્યો હતો.

- text

- text