અંતે મોરબી પોલીસ જાગી ! દારૂની જેમ ચોરી છુપી વેચાતા નશીલા સિરપનો 3.46 લાખનો જથ્થો કબ્જે 

- text


મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે હળવદના ચરાડવામાં દરોડો પાડી પાનની દુકાનના સંચાલકને ઝપટે લીધો 

મોરબી : મોરબી સહિત રાજ્યભરમાં ખુલ્લેઆમ આયુર્વેદિક શિરપના નામે વેચાતા નશીલા દ્રવ્યોના કાળા કારોબાર ઉપર રાજકોટથી દરોડાનો દૌર શરૂ થયા બાદ મોરબી પોલીસ પણ જાગી છે અને હળવદ તાલુકાના ચરાડવા ગામે પાનની દુકાનમાં ચોરીછૂપીથી વેચાતા આવા નશીલા શીરપનો 3.46લાખથી વધુનો જથ્થો સીઆરપીસી એક્ટ મુજબ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ પોલીસ ટીમના હેડ કોન્સ્ટેબલ શેખાભાઇ મોરી, મુકેશભાઈ જોગરાજીયા અને કોન્સ્ટેબલ ભાવેશભાઈ મિયાત્રાને મળેલી બાતમીને આધારે હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે મુરલીધર પાન સેન્ટર નામની દુકાન ધરાવતા રાજેશ ડાયાભાઇ સોનાગ્રાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા મકાનમાંથી 3,46,425ની કિંમતની આશ્વાસવ કાળા ઘોડા છાપ આયુર્વેદિક નશીલી શિરપ તેમજ કાલ મેઘાઅશ્વ અરીષ્ઠા બ્રાન્ડ 2325 બોટલ મળી આવી હતી. વધુમાં આરોપી રાજેશ ડાયાભાઇ સોનાગ્રા ચોરીછૂપીથી આ નશીલા દ્રવ્યનું વેચાણ કરતો હોય એસઓજી ટીમે સીઆરપીસી કલમ 102 મુજબ નશીલા આયુર્વેદિક શિરપનો જથ્થો કબ્જે કરી હળવદ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

આ સફળ કામગીરી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ મોરબીના પીઆઇ એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.અંસારી, કે.આર.કેસરિયા, એએસઆઇ રણજીતભાઇ બાવડા, રસિક કુમાર કડીવાર, ફારૂકભાઈ પટેલ, કિશોરદાન ગઢવી, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જોગરાજીયા, જુવાનસિંહ રાણા, મહાવીરસિંહ પરમાર, શેખભાઈ મોરી, કોન્સ્ટેબલ આસિફભાઇ ચાણકીયા,ભાવેશભાઈ મિયાત્રા, માણસુરભાઈ ડાંગર, સામંતભાઈ છુછિયા, કમલેશભાઈ ખામ્ભલિયા અને અંકુરભાઈ ચાચુ દ્વારા કરવામાં આવી હતી.

- text