હળવદના ભલગામડા ગામે ભરચોમાસે પાણીની હૈયાહોળી

- text


ગામને પાણી પૂરું પાડતી ઇલેક્ટ્રિક મોટર બળી જતા રીપેર કરવા ગ્રામ પંચાયત પાસે પૈસા નથી : પાણી વિતરણ બંધ

હળવદ : હળવદના ભલગામડા ગામે છેલ્લા આઠ દિવસથી ભરચોમાસે પાણીની હૈયાહોળી સર્જાઈ છે. જેમાં ગામને પાણી પૂરું પાડતી ઇલેક્ટ્રિક મોટર બળી ગઈ હોય તેને રીપેર કરવા ગ્રામ પંચાયત પાસે પૈસા નથી, હાલ જે પાણી વિતરણ થતું હોય એ એકદમ દૂષિત હોવાથી રોગચાળાની ભીતિ સેવાય રહી છે.

હળવદના ભલગામડા ગામના લોકોના જણાવ્યા મુજબ તેમના ગામમાં છેલ્લા આઠ દિવસથી પાણીની સમસ્યા સર્જાય છે. જેમાં ગામને પાણી પૂરું પાડતી ઇલેક્ટ્રિક મોટર બળી ગઈ છે પણ તેને રીપેર કરવા માટે ગ્રામ પંચાયત પાસે પૈસા નથી. ગ્રામ પંચાયત ઠન ઠન ગોપાલ હોય વિના વાંકે ગામલોકોને પાણીની પરેશાનીનો સામનો કરવો પડે છે. ગામલોકોના જણાવ્યા મુજબ હાલ જે ગામમાં પાણી વિતરણ થાય છે તે નર્મદાનું પાણી હોવાની પૂરેપૂરી શકયતા છે.

- text

હાલમાં ગામમાં નળ વાટે જે પાણી વિતરણ કરવામાં આવે છે એ એકદમ દૂષિત છે. પાણી પીવામાં તો ઠીક વાપરવામાં પણ લઈ શકાય એવું નથી. એટલે ગામલોકો ઉપર રોગચાળાનો ખતરો મંડરાઈ છે. ગામલોકોની ફરિયાદ છે કે આ પાણીની ગંભીર સમસ્યા બાબતે ગ્રામ પંચાયત કોઈ કાર્યવાહી કરતી નથી. અગાઉ મોટર બળી ગઈ ત્યારે ગામલોકોએ ફાળો કરીને રીપેર કરાવીને બોરમાં ઉતારી હતી. હવે બીજી વખત બળી ગઈ હોય ત્યારે ગામલોકો પાસે પણ ફાળો કરવા જેવું નથી. એટલે ગામલોકોને વિના વાંકે દૂષિત પાણીનો ડામ મળી રહ્યો છે. ટીડીઓને પણ રજુઆત કરવા છતાં ધ્યાન ન આપતા ગામલોકોએ ડીડીઓને રજુઆત કરતા તેઓ ગામના વિકાસ પ્રશ્ને ગંભીર બન્યા છે. આથી ગામલોકોએ આ દૂષિત પાણીની જગ્યાએ શુદ્ધ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા તેમજ કાયમી તલાટી ન હોય આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

- text