તા. 7મીએ બગથળા ગામમાં જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા – મટકી ફોડ કાર્યક્રમ યોજાશે

- text


મોરબી : આગામી તારીખ 7 સેપ્ટેમ્બરનાં રોજ જન્માષ્ટમી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ હોય આ પવિત્ર દિવસે અભિલાષા ગૌ સેવા યુવક મંડળ બગથળા દ્વારા બગથળા ગામે ભવ્યાતિત ભવ્ય શોભા યાત્રા અને મટકીફોડનું આયોજન કરવામાં આવ્યું છે.

અભિલાષા ગૌ સેવા યુવક મંડળ આયોજિત આ શોભાયાત્રા ગૌ સેવા ચોકથી સવારે 7-30 કલાકે નીકળશે અને આખા ગામમાં ફરશે. ત્યારબાદ ચોકમાં મટકી ફોડ કરવામાં આવશે. આ શોભા યાત્રામાં અલગ અલગ પ્રકારે ભાતીગળ ડ્રેસ અને દાંડિયા રાસનો પોગ્રામ રાખવામાં આવ્યો છે. આ શોભાયાત્રા નકલંક મંદિર બગથળામાં પહોંચશે ત્યારે મહંત દામજી ભગત સ્વાગત કરશે. તો આ શોભાયાત્રામાં જોડાવવા માટે સમસ્ત બગથળા ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનું અભિલાષા ગરબી ચોકમાં મટકી ફોડ કરીને ત્યાં લીંબુ સરબત અને પ્રસાદ આપીને સમાપન કરવામાં આવશે.

- text

- text