મોરબીમા ભૂલથી ગ્રામ્ય મામલતદારે કચરીએ આવી ગયેલા દિવ્યાંગ અરજદારને મદદ પહોંચાડતું તંત્ર

- text


મોરબી : મોરબી શહેર મામલતદાર કચેરીને બદલે ભૂલથી મોરબી ગ્રામ્ય મામલતદાર કચેરીમાં મતદાર ઓળખ પત્રની કામગીરી માટે આવેલા દિવ્યાંગ અરજદાર પ્રત્યે સહનુભૂતિ દાખવીને તેઓને ગ્રામ્ય મામલદાર દ્વારા તાત્કાલિક મદદ કરીને તંત્રની માનવતાવાદી વલણનો દાખલો પૂરો પાડ્યો હતો.

આજ રોજ લાલબાગ સેવા સદન ખાતે મહમદભાઈ કાસમભાઈ પલેજા નામના દિવ્યાંગ અરજદાર સરકારી કામકાજ માટે આવ્યા હતા. તે દરમિયાન ત્યાંથી મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતા પસાર થઈ રહ્યા હતા અને તેમની નજર આ દિવ્યાંગ અરજદાર પર પડી હતી. તેમણે કાસમભાઈને કામકાજ અંગેની પૂછપરછ કરતાં તેઓ ચૂંટણીકાર્ડના કામકાજ માટે આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જો કે તેઓ વીસી ફાટક પાસેની શહેર મામલતદાર કચેરીએ જવાની જગ્યાએ ગ્રામ્ય મામલતદાર કચેરીએ પહોંચી ગયા હોય મામલતદાર નિખિલ મહેતાએ પોતાના સ્ટાફને લોબીમાં બોલાવી કાસમભાઈ પાસેથી જરૂરી પુરાવા મેળવી ત્યાં જ ફોર્મ ભરાવી આપ્યું હતું અને તેઓને ટ્રાયસિકલમાં બેસાડી રવાના કર્યા હતા. આમ ગ્રામ્ય મામલતદાર નિખિલ મહેતાએ માનવતાના ધોરણે દિવ્યાંગ અરજદારને મદદ કરીને ઉત્તમ દાખલો પૂરો પાડ્યો હતો.

- text

- text