પોરબંદર-દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં સપ્ટેમ્બર મહિનામાં વધારાના 2 કોચ લગાવાશે

- text


મોરબી : પશ્ચિમ રેલ્વે દ્વારા ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેન (19016/19015)માં અસ્થાયી ધોરણે એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવામાં આવશે.

- text

ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” માં પોરબંદર સ્ટેશનથી 01.09.2023 થી 30.09.2023 સુધી અને દાદર સ્ટેશનથી 03.09.2023થી 02.10.2023 સુધી એક થર્ડ એસી અને એક સેકન્ડ સ્લીપર ક્લાસના અતિરિક્ત કોચ લગાડવામાં આવશે.

- text