મોરબીના સરદાર બાગ પાસે કારની જોરદાર ટક્કરથી વિજપોલ ધરાશાયી

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સરદાર બાગ પાસે આજે બપોરના સમયે એક કાર ચાલકે જોરદાર ટક્કર મારતા બાજુનો વિજપોલ ધરાશાયી થઈ ગયો હતો. આ વિજપોલ તૂટીને સીધો જ જમીન પણ પડ્યો હતો અને રોડ ઉપર જ વિજપોલમાં જીવતા વીજ વાયરો પડ્યા હોય વિજશોકનું જોખમ સર્જાયું હતું. સરદાર બાગની બાજુમાં અને ઓમ શાંતિ ચોકમાં કાર ચાલકે રિવર્સમાં ગાંડી લેતા વિજપોલ તૂટીને નીચે પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાની ન થઈ હોવાના અહેવાલ મળ્યા છે. જો કે આ વિજપોલ નીચે પડ્યો હોય તેના નીચે પડેલી વીજ લાઇન ચાલુ હોવાથી સંબધિત તંત્ર આ અંગે તાકીદે યીગ્ય કાર્યવાહી કરે તેવી માંગ સ્થાનિકોએ ઉઠાવી છે.

- text

- text