મોરબીમાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાં અને મિઠાઈ વહેંચી પુત્રનો જન્મદિવસ ઉજવતો વ્યાસ પરિવાર

- text


મોરબી : પોતાના બાળકના પ્રથમ જન્મદિવસ માટે માતા-પિતા અને પરિવારજનોમાં અનેરો ઉત્સાહ હોય છે અને સામાન્ય રીતે ભવ્ય પાર્ટીનું આયોજન કરીને પ્રથમ જન્મદિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ મોરબીના વ્યાસ પરિવારે પોતાના પુત્ર ‘દર્શિવ’ના પ્રથમ જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. વ્યાસ પરિવાર દ્વારા જરૂરિયાતમંદ બાળકોને રમકડાં તેમજ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પોતાના ઘરે જાતે જ નાસ્તો બનાવીને ભાવપૂર્વક બાળકોને ભરપેટ નાસ્તો આપવામાં આવ્યો હતો.

દર્શિવના માતા-પિતા રાહુલભાઈ અને નિધિબહેને જણાવ્યું હતું કે, આવા બાળકો સાથે જન્મદિવસની ઉજવણી કરીએ તો એ બાળકોને પણ એવું લાગે છે કે, અહિં એમનું પણ કોઈક છે અને એ બાળકોના ચહેરા પરની ખુશી જોઈને ખૂબ જ આનંદ અને સંતોષ મળે છે. ઉલ્લેખનીય છે કે, આ યુવા દંપતી તેમજ પરિવાર દ્વારા છેલ્લા ઘણાં સમયથી આ રીતે નિયમિત બાળકોને ઘરે બનાવીને સ્વાસ્થ્ય વર્ધક ભોજન તેમજ નાસ્તો આપવામાં આવે છે. ત્યારે વ્યાસ પરિવારની આ અનોખી ઉજવણી અન્ય પરિવારજનો માટે પ્રેરણારૂપ સાબિત થશે.

- text

- text