મોરબી ક્રાંતિકારી સેનાના સભ્યએ ક્રાંતિકારી ઓની પ્રતિમાની સફાઈ કરી ઉજવ્યો જન્મદિવસ

- text


મોરબી : મોરબીમાં મહાન પુરૂષોની પ્રતિમાની સફાઈ સાથે પોલીસ ક્વાર્ટરમાં મુકવામાં આવનાર પ્રતિમામાં પોતાનું યોગદાન આપીને ક્રાંતિકારી સેનાના સભ્ય રાધેભાઈ પટેલે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો.

મોરબી જિલ્લામાં ક્રાંતિકારી વિચારધારા ધરાવતું તથા હંમેશા લોકો સુધી દેશભક્તિના વિચારો ફેલાવવાનું કામ કરતું ક્રાંતિકારી સેનાના સભ્ય રાધેભાઈ પટેલે આજે જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જેમાં મોરબીના શનાળા રોડ પર આવેલા સુભાષચંદ્ર બોઝની પ્રતિમા તથા સિવિલ હોસ્પિટલ ચોકમાં શહિદ ભગતસિંહની પ્રતિમાની સાફ સફાઈ કરી ફુલહાર કરીને પ્રતિમા પાસેથી સીડીને કલર કરવામાં આવ્યો હતો. સાથે જ મોરબીના મકનસર ગામ પાસે મોરબી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરમાં ભારત માતા તથા અશોક સ્તંભની પ્રતિમા મુકાશે જેમાં રાધેભાઈ પટેલે રૂ.17,823નું યોગદાન આપી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી.

- text

જન્મદિવસ નિમિત્તે રાધેભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરબી વહીવટી તંત્ર તથા નગરપાલિકા દ્વારા શહિદોની પ્રતિમા મુકવાની મંજુરી તો આપવામાં આવે છે. પરંતુ બાદમાં શું તેમની જવાબદારી છે તે હંમેશા ભુલી જાય છે. મોરબીમાં ઘણી બધી શહીદો તથા મહાનપુરૂષોની પ્રતિમાનું રિનોવેશન કરવાની જરૂર છે પરંતુ ક્યારેય કરવામાં આવતું નથી કે નથી પ્રતિમાની સાફ સફાઈ કરવામાં આવતી. માત્ર જન્મજયંતિ પુણ્યતિથિ નજીક હોય તે દિવસ જ શહીદો મહાપુરુષ યાદ આવે છે. જેથી ક્રાંતિકારી સેના હંમેશા લોકોને જાગૃત કરતા કાર્યો કરતી રહેશે.

- text