રોટરી ક્લબ મોરબી દ્વારા બેસ્ટ હોમ ગાર્ડન સ્પર્ધા યોજાઈ 

- text


મોરબી : રોટરી ક્લબ મોરબી દ્વારા ગૃહિણી વર્કશોપ સિરીઝ અંતર્ગત સૌપ્રથમ હોમ ગાર્ડન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને પોતાના ઘરે સજાવેલા જુદા જુદા ફૂલો અને છોડના ગાર્ડનનું સુંદર ડેકોરેશન કર્યું હતું.

આ સ્પર્ધાના જજ દિલીપભાઈ સરડવા (પ્રોફેસર, કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ), સોનલબેન શિલુ (ફોરેસ્ટર, મોરબી) અને જીતુભાઈ ઠક્કર (મયુર નેચર કલબ મોરબી)એ સ્પર્ધકોના ઘરે જઈને હોમ ગાર્ડનમાં ઉગાડેલા છોડનું નિદર્શન કર્યું હતું. આ હરિફાઈમાં પ્રથમ નંબરે જાગૃત મહિલા ગ્રૂપના વિભાબેન પટેલ, બીજા નંબરે કલ્પનાબેન પટેલ અને ત્રીજા નંબરે બીનાબેન સચદેવ વિજેતા થયા હતા. જ્યારે EQUALLY BEST માં પ્રથમ નંબરે ક્રિષ્નાબેન કોટેચા, બીજા નંબરે ફાતેમા લોખંડવાલા અને ત્રીજા નંબરે પ્રીતિબેન ઘોધાણ વિજેતા થયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રોટરી કલબના પ્રમુખ સોનલબેન શાહ, પ્રોજેકટ ચેરમેન શૈલાબેન પારેખ, બંસી શેઠ સાહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text

- text