ઝોન કક્ષાની મિલેટ્સ સ્પર્ધામાં ઉમિયાનગર આંગણવાડી કેન્દ્રના કાર્યકરે દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યુ

- text


મોરબી : વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ સ્તરે મિલેટ્સની વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગત તા. 11 ઓગસ્ટના રાજકોટ ઝોનની મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ ઝોનના 9 અને જિલ્લા તેમજ 3 કોર્પોરેશનના મળીને કુલ 36 આંગણવાડીની કાર્યકર બહેનોએ વાનગી સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મોરબી જીલ્લામાંથી ઉમિયાનગર આંગણવાડીના કાર્યકર બહેન ઘોડાસરા કિરણબેન અંબારામભાઈએ પૂર્ણા શક્તિ અને જારના લોટના અડદિયાની વાનગી બનાવી દ્વિતિય ક્રમ પ્રાપ્ત કરી મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યુ છે. કિરણબેનને દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ જીલ્લા વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તેમજ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

- text

- text