મોરબી શ્રમયોગી આરોગ્ય ટીમ દ્વારા નવનિર્માણ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસણી

- text


મોરબી : શ્રમયોગી આરોગ્ય સંજીવની (MHU) EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ટીમ અને 108ની ટીમ દ્વારા મોરબીની નવનિર્માણ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ તથા 108નું ડેમો નિદર્શન માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મોરબીની નવનિર્માણ વિદ્યાલયના આચોર્ય રાજેશભાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રમયોગી આરોગ્ય સંજીવની ટીમ તથા 108ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓના આરોગ્યની તપાસ કરાઈ હતી. જેમાં ડો.પરિતા ગુજરાતી, પટેલ શિવાનીબેન, કુબાવત રવિભાઈ, જમોડ રાહુલભાઈ, ચૌહાણ શૈલેષભાઈ, ડાભી ઉર્વશીબેન તથા અલ્પેશભાઈ રામ દ્વારા બાળકોને આરોગ્ય વિશે તકેદારી રાખવા માહિતી આપવામાં આવી હતી અને આરોગ્યની તપાસ કરી હતી. 108ની ટીમ દ્વારા 108 માં વપરાતા સાધનો વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા તથા તેની કાર્ય પદ્ધતિ વિશેની સમજણ આપી હતી.

- text

- text