ટંકારા નજીક ગૌરક્ષકોએ કતલખાને લઈ જવાતા 11 ગૌવંશોને બચાવ્યા

- text


 

મોરબી હિન્દૂ વાહીની ગૌરક્ષક અને ટંકારા ગૌરક્ષકની ટીમે વાહનચાલકોને પકડી પોલીસને સોંપ્યા

ટંકારા : મોરબી હિન્દૂ વાહીની ગૌરક્ષક અને ટંકારા ગૌરક્ષકની ટીમે ટંકારા પાસે કોઈ સુવિધા વગર ત્રણ બોલેરો પિક અપમાં કતલખાને લઈ જવાતા 11 ગૌવંશને બચાવવામાં આવ્યા છે. ઉપરાંત વાહનચાલક શખ્સોને પકડી પાડી આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા ગૌરક્ષકો ટીમને અને મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકના સભ્યોને જાણકારી મળી હતી કે 11 ગાય અને ગૌવંશને બોલેરો પીકઅપમાં ભરીને રાજકોટ મીતાણા માર્ગેથી કચ્છ તરફ ગેરકાયદેસર કતલખાને જવામાં આવી રહ્યા છે. જેથી મોરબી હિન્દુ યુવા વાહિની અને ટંકારા ગૌરક્ષકની ટીમ દ્વારા ત્રણ બોલેરો પીકઅપ ગાડીઓ GJ 12 BZ 1948, GJ 18 BV 1868, GJ 12 BZ 9312ને ટંકારા પાસે રોકવામાં આવી હતી. તપાસ કરતાં બોલેરોમાં ઘાસચારા અને પાણીની સુવિધા ન હોય અને ગૌ વંશને કોઈ પાસ પરમિટ વગર લઈ જવાતા હતા.

તેથી ટંકારા ગૌરક્ષક જીવદયા પ્રેમી અને મોરબી હિન્દુ યુવા વાહિનીના જિલ્લા અધ્યક્ષ તથા અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હીના ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા દ્વારા વાહન ચાલકોને પકડીને પોલીસને સોંપવામાં આવ્યા હતા અને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બાદમાં આ ગૌવંશને મોરબી ના પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા.

- text

આ કામગીરીમાં હિન્દુ યુવા વાહીની મોરબી જિલ્લા અધ્યક્ષ તેમજ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી કે.બી. બોરીચા, હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ ચેતનભાઈ પાટડીયા, હરેશભાઈ ચૌહાણ, ચોટીલા અખિલ વિશ્વ ગૌશાલ પરિષદ દિલ્હીના ગૌરક્ષક દલસુખભાઈ, પ્રશાંતભાઈ, પાર્થભાઈ, દિનેશભાઈ, હિરેનભાઈ વ્યાસ, રઘુભાઈ ભરવાડ, ગજેન્દ્રભાઈ બાબરા, દીપુભાઈ વાઘેલા, જેકીભાઈ આહીર, ભરતભાઈ ગોગરા, હિતરાજસિંહ પરમાર, હર્ષભાઈ, સંદીપભાઈ ડાંગર, સુરેશભાઈ ભરવાડ જોડાયા હતા.

- text