એ હાલો, ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં : દિલધડલ કરતબોથી લઈને હસાવવા સુધીનું ભરપૂર મનોરંજન

 

ગુજરાતનું પોતાનું એકમાત્ર સર્કસ, 23 વર્ષ બાદ મોરબીના આંગણે આવ્યું : વિદેશી કલાકારો જલસો કરાવી દયે તેવા કરતબો રજૂ કરશે : જોકર નાનાથી લઈ મોટા સૌ કોઈને હસાવીને લોતપોત કરી દેશે : દરરોજ ત્રણ શો, શનિ-રવિ માટે વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મોરબીના આંગણે આવ્યું છે. આ સર્કસમાં વિદેશી કલાકારો અવનવા કરતબો રજૂ કરશે. તેમજ જોકર લોકોને હસાવીને લોતપોત કરી નાખવાના છે. તો પરિવાર તથા મિત્રો સાથે આજે જ સર્કસ જોવા પધારો.

મોરબીના મહેન્દ્રનગર ચોકડીએ હાલ ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ધૂમ મચાવી રહ્યું છે. આ સર્કસ ગુજરાતનું એકમાત્ર સર્કસ છે. જે 23 વર્ષ પછી મોરબીના આંગણે આવ્યું છે. જેમાં મંગોલીયન કલાકારોના ગૃપ સાયકલ કરતબ, રશિયન કલાકારોના આયર્ન બોલ કરતબ ઉપરાંત હવાઈ જુલા, મોત કા કુવા સહિતના કરતબો રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત જોકર નાનાથી લઈ મોટા સૌ કોઈને હસાવશે.

આ સર્કસના દરરોજ ત્રણ શો રજૂ થાય છે. જેમાં પ્રથમ શો બપોરે 3:30 કલાકે, સાંજે 6:30 કલાકે અને રાત્રે 9:30 કલાકે શો યોજાઈ છે. ઉલ્લેખનીય છે કે આ સર્કસમાં ખુબ મોટી સંખ્યામાં કલાકારો જોડાયેલ હોય છે. આ કલાકારો પરિવારથી દૂર પોતાની રોજી માટે દિલધડક કરતબો અહીં રજૂ કરતા હોય છે. તેમાંય સર્કસની કળા હવે લુપ્ત થવાના આરે પહોંચી છે. ત્યારે મોરબીવાસીઓને ગુજરાતના પોતાના એકમાત્ર સર્કસ એવા ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે વધુમાં વધુ લોકો પરિવાર અને મિત્રો સાથે સર્કસ નિહાળવા પધારે. કલાકારો તેમને મનોરંજન પૂરું પાડવામાં કોઈ કસર નહિ છોડે.

ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ
મહેન્દ્રનગર ચોકડી નજીક
મોરબી
મો.નં.8384821311
મો.નં.9106152145