મોરબીમાં જુગારીઓ ઉપર તૂટી પડતી સીટી એ ડિવિઝન પોલીસ : 3 દરોડા 

- text


કારિયા સોસાયટી, લીલાપર રોડ આવાસ યોજના અને શકત શનાળા ગામે જુગાર દરોડામાં 16 જુગારીઓ ઝડપાયા, 6 નાસી ગયા 

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં અધિક શ્રાવણ મહિનામાં જ જુગારની મોસમ ખીલી ઉઠી છે ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે ગઈકાલે જુગારીઓ તૂટી પડી અલગ અલગ ત્રણ દરોડા પાડી 16 જુગારીઓને પકડી પાડયા હતા જયારે 6 આરોપીઓએ પોલીસને જોઈ મુઠ્ઠીઓ વાળી લેતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે કારીયા સોસાયટીમા રામદેવપીરના મંદીર પાસે ખુલ્લી જગ્યામા જુગાર રમતા (૧) જયેશભાઇ ગાંડુભાઇ ડાભી રહે. આનંદનગર નવા સેવા સદનની પાછળ મોરબી (૨) મુકેશભાઇ નરશીભાઇ ભલસોડ રહે વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીર વાળી શેરી (૩) રવીભાઇ યોગેશભાઇ ગોસ્વામી રહે.વાવડી રોડ કારીયા સોસાયટી રામદેવપીરના મંદીર વાળી શેરી અને (૪) મનદીપભાઇ રાજુભાઇ બાબરીયા રહે.સોમૈયા સોસાયટી વાળાને રોકડા રૂપીયા.૧૩,૭૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

જયારે બીજા દરોડામાં પોલીસે મોરબી લીલાપર રોડ સરકારી આવાસા યોજનાના ખુલ્લા ચોકમા જાહેરમાં જુગાર રમી રહેલા (૧) નિજામ સલીમભાઇ મોવર રહે.મોરબી મચ્છીપીઠ (૨) દેવરાજભાઇ મનસુખભાઇ કુંઢીયા રહે.મોરબી લીલાપર રોડ સરકારીઆવાસ (૩)સમીરભાઇ આરીફભાઇ કાશમાણી રહે.મોરબી રણછોડનગર શાંતીવન સ્કુલની પાછળ નીધીપાર્ક (૪)કારૂભાઇ નાથાભાઇ દેલવાણીયા રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ (૫)અલ્તાફશા કરીમશા શાહમદાર રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ અને (૬) અજયભાઇ હંસરાજભાઇ વિકાણી રહે.મોરબી લીલાપર રોડ સરકારી આવાસ યોજના વાળાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા ૧૦,૬૦૦ સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

આ ઉપરાંત ત્રીજી રેઇડમાં સીટી એ ડિવિઝન પોલીસે શકતશનાળા નવાપ્લોટ વિસ્તાર ખોડીયાર માતાના મઢવાળી શેરીમા જાહેરમાં તીનપતિનો જુગાર રમતા આરોપી (૧) ધર્મેન્દ્રસીંહ ઉર્ફે ધમભા કરણસિંહ ઝાલા રહે.મોરબી શકતશનાળા (૨) નીતીનભાઇ ભરતભાઇ હોથી રહે.મોરબી શકતશનાળા હિતુભા ના મકાનમા (૩) સુરેન્દ્રસિંહ કરણસીંહ ઝાલા રહે.મોરબી શકતશનાળા (૪)શકિતસિંહ જયદીપસીંહ જાડેજા રહે.મોરબી શકતશનાળા દરબારગઢ પાસે (૫) રાજુભા બનુભા ઝાલા રહે.મોરબી શકતશનાળા અને (૬) ધનશ્યામસીંહ છત્રસિંહ જાડેજા રહે.મોરબી શકતશનાળા નીતીનનગર વાળાને રોકડા રૂપિયા ૪૫,૨૬૦ સાથે ઝડપી લીધા હતા આ દરોડા સમયે આરોપી (૭)કિરણ રામજીભાઇ ખાંભલા રહે.મોરબી શકત શનાળા (૮)હિતેન્દ્રસિંહ ધનશ્યામસિંહ જાડેજા રહે.મોરબી ચંદ્રેશનગર (૯)પીન્ટુભાઇ હરેશભાઇ ખાંભલા રહે.મોરબી શકતશનાળા (૧૦)રૂતુરાજસિંહ રઘુભા ઝાલા રહે.મોરબી શકતશનાળા (૧૧)હરપાલસિંહ મુળુભા ઝાલા રહે.મોરબી શકત શનાળા ગરબીચોક અને (૧૨)અકરમભાઇ કાદરી રહે.મોરબી નામના આરોપીઓ નાસી જતા પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, એ.એસ.આઇ આર.પી.રાણા, જનકભાઇ મારવાણીયા, પો.હેડ કોન્સટેબલ એ.પી.જાડેજા, કિશોરભાઇ મિયાત્રા, ધર્મેન્દ્રભાઇ વાધડીયા, ચકુભાઇ કરોતરા, સિધ્ધરાજસિંહ જાડેજા, અરજણભાઈ ગરીયા, હિતેષભાઇ ચાવડા તથા તેજાભાઇ ગરચર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- text