મેડિકલ કોલેજનો ફી વધારો પરત ખેંચાતા ધારાસભ્યનો આભાર વ્યક્ત કરતા વાલીઓ-વિદ્યાર્થીઓ

- text


મોરબી : GMMRS મેડિકલ કોલેજના ફી વધારા મુદ્દે 33 જિલ્લામાંથી સૌ પ્રથમ મોરબી જિલ્લામાંથી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય જિલ્લામાંથી રજુઆતો કરાઈ હતી. આ તમામ રજુઆતોને ધ્યાને લઈને સરકાર દ્વારા આ ફી વધારો પરત ખેંચી લેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશખુશાલ છે અને તેઓએ ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાનો આભાર વ્યક્ત કર્યો છે અને મોં મીઠા કર્યા છે.

હાલ મેડિકલ અભ્યાસ કરવા માટેની ફીના ધોરણોમાં ખુબજ અસમાનતા જોવા મળે છે. સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા પોઈન્ટનો જ તફાવત હોય છે. છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે એમાંય વળી હમણાં જ જીએમઆરએસ 13 મેડિકલ કોલેજોની, સરકારી કવોટાની 67 % એટલે કે 5.50 લાખ જ્યારે મેનેજમેન્ટ કોટાની 88% એટલે કે 17.00 લાખ અચાનક જ અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓનું ડોક્ટર બનવાનું સપનું માત્ર સપનું રહી જાય તેવો ઘાટ સર્જાયો હતો. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેનદ્રભાઈ પટેલને અંગત ભલામણ કરી હતી. આવી રજૂઆત થતા સરકાર દ્વારા ફી વધારો મોકૂફ રખાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા અને સરકાર અને દુર્લભજીભાઈ દેથરીયાને પેંડા ખવડાવી મોં મીઠા કરી આભાર પ્રકટ કર્યો છે. આ તકે મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text