ટંકારાના નેકનામ ગામે જ્ઞાતિ -જાતિના ભેદભાવ અંગેની ફરિયાદ ઉપજાવી કાઢેલ હોવાની કલેક્ટરને રજૂઆત

- text


ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામે ગત તારીખ 4 ઓગસ્ટના રોજ જ્ઞાતિ -જાતિના ભેદભાવ અને મારમારી અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અંગે મોરબી જિલ્લા રાજપૂત સમાજ અને ટંકારા રાજપૂત સમાજના પ્રમુખ સહિત નેકનામ ગામના લોકોએ આ ફરિયાદ પાયાવિહોણી હોય અને છત્રપાલસિંહ ઝાલા નિર્દોષ હોય તેમ જણાવીને જિલ્લા કલેક્ટરને આ ફરિયાદ રદ કરવા રજુઆત કરી છે.

મોરબી જિલ્લા રાજપૂત સમાજ અને ટંકારા રાજપૂત સમાજના પ્રમુખ સહિત નેકનામ ગામના લોકોએ જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, નેકનામ ગામમાં તમામ જ્ઞાતિના લોકો હળીમળીને રહે છે. જો કે છત્રપાલસિંહ ઝાલા વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધ ધારા હેઠળ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદમાં પાણી ભરાવા બાબતે ફરીયાદીના દીકરાને માર મારવામાં આવ્યો હોય અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી રોકડ રકમની લૂંટ કરવાનો આરોપ મૂકાયો છે. જો કે આ સમગ્ર ફરિયાદ ખોટી ઉપજાવી કાઢી હોવાનું કલેક્ટરને જણાવાયું છે. છત્રપાલસિંહ ઝાલાને ખોટી રીતે સંડોવી દેવા આ ફરિયાદ કરાઈ છે. અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રતિબંધ ધારાનો ગેર ઉપયોગ કરી પીડિતોને અપાતી રકમ મેળવવા આ ફરિયાદ કરાઈ હોવાનો આક્ષેપ લગાવી આ ફરિયાદ અંગે યોગ્ય પગલાં લેવા કલેક્ટરને જણાવ્યું છે.

- text

- text