વાંકાનેરના ગોકુળનગર પાછળ જુગાર રમતા ત્રણ ઝબ્બે 

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના રાજકોટ રોડ ઉપર આવેલ ગોકુળનગર પાછળ વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી જયેશભાઇ માત્રાભાઇ બાંભવા, પરબતભાઇ જીવણભાઇ બાંભવા અને જગદિશભાઇ નાજાભાઇ ગોહેલને તીન પતીનો હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,770 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text