હવે એસટી ખોટના ખાડામાંથી બહાર આવશે : કંડક્ટરે મુસાફર પાસે લેપટોપની ટિકિટ લેવડાવી 

- text


મોડાસાથી અમદાવાદ બેન્કની પરીક્ષા આપવા આવતા યુવકે બસમાં લેપટોપ ઉપર કામ ચાલુ કર્યું તો મહિલા કંડકટર ગાજ્યા 

મોરબી : ખોટના ખાડામાં પડેલુ એસટી નિગમ હવે ખોટના ખાડામાંથી ભાર આવી જાય તેવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મોડાસાથી અમદાવાદ જતી બસમાં એક યુવક લેપટોપ વાપરતો હોય મહિલા કંડકટરે બસમાં લેપટોપ વાપરવા બદલ ભાડું વસુલ કર્યું હતું. બસમાં લેપટોપ વાપરવા બદલ ભાડું લેવામાં આવતા આ યુવક ચોકી ગયો હતો. જો કે, બાદમાં યુવાને સોશિયલ મીડિયા દ્વારા આ સમગ્ર મામલો બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે.

આઇએમ ગુજરાતના રિપોર્ટ મુજબ મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામનો વતની યુવાન મોડાસામાં બેંકમાં નોકરી કરે છે. તે બેંકની પરીક્ષા આપવા માટે શનિવારે સવારે મોડાસાથી એસટી બસમાં અમદાવાદ આવી રહ્યો હતો. આ દરમિયાન તે લેપટોપમાં જરૂરી કામ કરી રહ્યો હતો ત્યારે મહિલા કંડક્ટરે તેને કહ્યું હતું કે જો તમારે બસમાં લેપટોપનો ઉપયોગ કરવો હોય તો તેની ટિકિટ લેવી પડશે. મહિલા કંડક્ટર હોવાથી તેણે કોઈ માથાકૂટ કરી નહીં અને અંતે બે લેપટોપની 88 રૂપિયાની ટિકિટ લીધી હતી. તેમણે જે ટિકિટ આપી તેમાં કોઈ જગ્યાએ લગેજ કે લેપટોપ એવો કોઈ ઉલ્લેખ પણ નહોતો.

- text

આ અંગે મોડાસા એસટી બસ સ્ટેન્ડના ડેપો મેનેજરે જણાવ્યું કે, અંતોલી-અમદાવાદ લોકલ બસમાં કંડક્ટર દ્વારા લેપટોપની જે ટિકિટ આપવામાં આવેલ છે તે બાબતે આમ તો નિયમ અનુસાર લેપટોપની ટિકિટ આપવાની થતી હોતી નથી. પરંતુ, ઈલેક્ટ્રિક વીજ ઉપકરણ કે જે સીટની જગ્યા રોકે છે તેની ટિકિટ આપવાની થતી હોય છે. સોશિયલ મીડિયા દ્વારા જે ફરિયાદ મળી છે તેનું રિફંડ કરવામાં આવશે અને ફરજ પર હાજર કંડક્ટરનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

- text