ડમ્પરમાં ઓચિંતી આગ લાગી : ડ્રાઈવરનો બચાવ

- text


હળવદના મિયાણી નજીક બની ઘટના : હળવદથી કપચી ભરી ટીકર ડમ્પર જતું હતું ત્યારે લાગી આગ

https://youtube.com/shorts/oj6uTb7UlE0?feature=share

હળવદ : હળવદ તાલુકાના મિયાણી નજીક આજે સાંજના આઠેક વાગ્યાની આસપાસ હળવદ થી કપચી ભરી મિયાણી તરફ જઈ રહેલા ડમ્પરમાં ઓચિંતા આગ લાગી હતી. જોકે ડ્રાઇવર સમય સૂચકતા જોઈ નીચે ઉતરી જ ગયો હતો અને ડમ્પર આખું આગની લપેટમાં આવી ગયું હતું. બનાવની જાણ હળવદ ફાયર બ્રિગેડની ટીમને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ ડમ્પરમા આગ બળીને ખાખ થઈ ગયું હતું.

- text

- text