મોરબીમાં ભૂગર્ભ ગટરના પ્રશ્નો ઉકેલવા પાલિકા હરકતમાં, આજથી મુખ્ય લાઈનોની સફાઈ શરૂ

- text


10 જેટલા કર્મચારીનો ઉમેરો : આજે રવાપર ચોકડીથી સરદાર સ્ટેચ્યું સુધીની ભૂગર્ભ ગટરની સફાઈ કરાય 

મોરબી : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી ગટરનો પ્રશ્ન ઘેરો બન્યો હતો. ત્યારે પાલિકાએ આ પ્રશ્ન ઉકેલવા પ્રયત્નો હાથ ધર્યા છે. આ માટે સ્ટાફ વધારવામાં આવ્યો છે. ઉપરાંત આજથી ભૂગર્ભ ગટરની મેઈન લાઈનની સફાઈ પણ શરૂ કરવામાં આવી છે.

ચીફ ઓફિસર હર્ષદીપ આચાર્યનાના જણાવ્યા પ્રમાણે ડ્રેનેજ માટે અગાઉ 13નો સ્ટાફ હતો. જે હવે આઉટસોર્સમાંથી વધારીને 23 જેટલો સ્ટાફ કરાયો છે. આજથી ભૂગર્ભ ગટરની મુખ્ય લાઈનની સફાઈની શરૂ કરવામાં આવી છે. રવાપર ચોકડીથી સરદાર સ્ટેચ્યુ સુધી ભૂગર્ભ ગટરની સફાઈ કરાઈ છે.

તેઓએ ઉમેર્યું કે હવે તબક્કાવાર મેઈન લાઈનની સફાઈ કરવામાં આવશે. મેઇન લાઈન ચોકઅપ થવાના કારણે બીજી લાઈનમાં સમસ્યાઓ ઉદભવતી હતી. વધુમાં તેઓએ જણાવ્યું કે મોરબીમાં ખાડા છે તે પણ બુરવાની કામગીરી ચાલુ છે. ગઈકાલે તખ્તસિંહજી રોડ ઉપરના ખાડા બુરવામાં આવ્યા હતા. હવે આજે રાત્રે સ્ટેશન રોડ ઉપરના ખાડા બુરવામાં આવશે.

- text

- text