હળવદના ખનીજચોરીના ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો

- text


હળવદ : હળવદમાં મોટાપાયે ખનીજચોરીનું દુષણ ચાલી રહ્યું હોય ખનીજ ચોરી ઉપર દરોડા પાડીને કાયદેસર કાર્યવાહી થાય છે. ત્યારે હળવદમાં ખનીજચોરીમાં ફરાર રહેલા આરોપીને મોરબી એલસીબીએ ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એલસીબી, પેરોલ ફર્લો સ્કોડના હેડ કોન્સ્ટેબલ જયવંતસિંહ ગોહીલ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખનીજચોરી ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઉદય કિશોરભાઇ બોરીચા રહે. રવાપર ગામ તા.જી.મોરબી વાળો આમરણ-દુધઇ રોડ, નંદકિશોર હોટલ ખાતે બેઠેલ છે જેહકીકત આધારે તપાસ કરતા આરોપી ઉદય કિશોરભાઇ કરશનભાઇ ડાંગર ઉ.વ. ૨૨ રહે. રવાપર ગામ તળાવ સામે મોરબી વાળો મળી આવતા તેને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text