હળવદના માણેકવાડા ગામે શાળા સામે ગૌચરની જગ્યામાં ફીડર ઉભું કરવા સામે વિરોધ

- text


માણેકવાડાના ગ્રામ પંચાયતના ઉપસરપંચએ મામલતદારને આવેદન આપી અન્ય જગ્યાએ ફીડર ઉભું કરવાની માંગ કરી

હળવદ : હળવદના માણેકવાડા ગામે પ્રાથમિક શાળા સામે ગૌચરની જગ્યામાં જેટકો દ્વારા ફીડર ઉભું કરવાની હિલચાલ ચાલી રહી છે. તેથી માણેકવાડા ગ્રામ પંચાયતે ગૌચરની જગ્યામાં ફીડર ઉભું કરવા સામે વિરોધ કર્યો છે અને માણેકવાડાના ગ્રામ પંચાયતના ઉપસરપંચએ મામલતદારને આવેદન આપી અન્ય જગ્યાએ ફીડર ઉભું કરવાની માંગ કરી છે.

હળવદના માણેકવાડા ગામના ઉપસરપંચ ભરવાડ છેલાભાઈ પુનાભાઈએ મામલતદારને આવેદન આપીને જણાવ્યું હતું કે, માણેકવાડા મુકામે પ્રાથમિક શાળાની સામે જે ખાલી જગ્યા હોય તે જગ્યા ગૌચરની જગ્યા છે અને અમારા ગામમાં કુલ ગૌચરની જમીન અંદાજે એ.૧૨૦-૦૦ જે જમીનમાં અમારા ગામના માલઢોર આશરે ૮૦૦ થી ૯૦૦ ગાયો તથા ભેસો છે જેનો નિભાવ ઉપરોક્ત ગૌચર ઉપર જ છે જે જગ્યાએ ગઈકાલે સવારે જેટકોવાળા જી.ઈ.બીની ગાડી લઈને આવેલ હતા અને ફોટા પાડી અને પોતાની હેડ ઓફીસ મોકલાવતા હતા પરંતુ અમારા ગામમાં જે જગ્યા પસંદ કરેલ છે તે જગ્યા ગૌચરની છે. અને એ જગ્યા સીવાય સરકારી ખરાબાની જગ્યા ઘણી જ છે અને ઉપરોકત ફીડર જો સરકારી ખરાબામાં ઉભું કરે તો ત્યા થઈ શકે તેમ છે જેથી ઉપરોક્ત જગ્યાએ ફીડરનું સર્વે કરી ગૌચરની જગ્યાને બદલે સરકારી ખરાબામાં ફીડર નાખવાની માંગ કરી છે.

- text

- text