હળવદમાં ગુમ થયેલા બાળકને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી પોલીસ

- text


બાળક લાપતા થતા જ હળવદનો સમગ્ર પોલીસ સ્ટાફ એક્શનમાં આવ્યો અને ગુમ થયાના ત્રણ કલાકમાં જ બાળકને શોધી કાઢી પોલીસે માનવતા મહેકાવી

હળવદ : હળવદની બજારમાં ખરીદી માટે આવેલા શ્રમિક પરિવારનો બાળક અચાનક ગુમ થઈ જતા હળવદ પીઆઇ છાસિયા સહિતનો સ્ટાફ એક્શનમાં આવીને બાળકની શોધખોળમાં લાગી ગયો હતો. પોલીસની ખંતપૂર્વકની મહેનેત રંગ લાવી હતી અને બાળક ગુમ થયાના 3 કલાકમાં જ પોલીસે બાળકને શોધી કાઢીને પરિવારને સોંપી દીધો હતો. બાળક મળી જતા શ્રમિક પરિવારની આંખમાં ખુશીના આસું છલકાયા હતા.

- text

હળવદના રાયસંગપર ગામે રહીને પેટિયું રળતા એક શ્રમિક પરિવાર આજે પોતાના નાના બાળકને લઈને હળવદની બજારમાં હટાણુ કરવા ગયો હતો. તે દરમિયાન તેમના પાંચ વર્ષનો બાળક અચાનક ગુમ થઈ જતા શ્રમિક પરિવાર બેબકાળો બની ગયો હતો. આથી સ્થાનિક દુકાનદારે આ ગુમ થયેલા બાળકના સીસીટીવી ફૂટેજ અને ફોટા સોશ્યલ મીડિયામાં વહેતા કર્યા હતા. આ બાળક ગુમ થયાની જાણ થતાં હળવદ પોલીસ મથકના પીઆઇ કે. એમ. છાસિયા સહિતનો સ્ટાફ તુરંત આ બાળકની શોધખોળમાં લાગી ગયો હતો. પોલીસે હળવદની બજાર વિસ્તાર સહિતના અનેક વિસ્તારો થોડીવારમાં ખુંદી નાખ્યા હતા. પોલીસ સ્ટાફની સતત ત્રણ કલાકની શોધખોળના અંતે હળવદમાં ટ્રાફિક કાર્ય સાંભળતા પોલીસમેન મહિપતસિંહ સહિતની ટીમે આ ગુમ થયેલા બાળકને શોધી કાઢ્યો હતો અને તેના પરિવારને આ બાળક સોંપી દેતા થોડીવાર જ બાળક હેમખેમ મળી જતા તેના માતાપિતા રડી પડતા ભારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાય હતા. પોલીસની તત્કાળની શોધખોળના અંતે બાળક મળી જતા તેનો પરિવાર એકદમ રાજીના રેડ થઈ ગયો હતો અને પોલીસનો આભાર માન્યો હતો.

- text