હળવદ હાઇવે ઉપરથી હોટેલ માલિકની ટવેરા તસ્કર હંકારી ગયો

- text


હળવદ : હળવદ અમદાવાદ હાઇવે ઉપર હોટલ બહાર પાર્ક કરેલી દોઢ લાખની કિંમતની ટવેરા કાર તસ્કર ડુપ્લીકેટ ચાવીની મદદથી લોક ખોલી હંકારી જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ માળીયા હાઇવે ઉપર હળવદ નજીક આવેલ જનતા ફૂડ મોલ નામની હોટલના માલિક કેદારભાઈ પુનર્વસુભાઈ રાવલની માલિકીની દોઢ લાખની કિંમતની ટવેરા કાર ગત તા.9 જુલાઈની મધ્યરાત્રીએ તસ્કર ડુપ્લીકેટ ચાવીની મદદથી ખોલી કાર હંકારી જતા હોટલ માલિકે સીસીટીવી કેમેરાના ફૂટેજ સહિતના પુરાવા સાથે ઇ એફઆઈઆર નોંધાવતા હળવદ પોલીસે કાર ચોરી અંગે ફરિયાદ નોંધી તસ્કરને ઝડપી લેવા પ્રયાસો શરૂ કર્યા છે.

- text

- text