સી.આર.સી કક્ષાના કલા ઉત્સવમાં નાના દહીંસરા પ્રા. શાળાના છાત્રો ઝળક્યા 

- text


મોરબી : સરવડ ખાતે યોજાયેલ કલાઉત્સવમાં નાના દહીંસરાની એમ.જે.ભાલોડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કરી ચાર સ્પર્ધાઓમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળા તેમજ નાના દહીંસરા ગામનું ગૌરવ વધાર્યું હતું‌.

જેમાં ગાયન સ્પર્ધામાં નિમાવત મીત (ધોરણ 8), વાદનમાં સાલાણી રોહિત (ધોરણ 8), વાર્તા કથનમાં મીના મકવાણા (ધોરણ 5) તેમજ સુમરા યાસીન (ધોરણ 2)એ નંબર પ્રાપ્ત કર્યા હતાં. વિજેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના પ્રિન્સીપાલ કાંતિલાલ માનસેતા તેમજ સમગ્ર સ્ટાફ અને ગ્રામજનોએ અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text