વાંકાનેરના જોધપર નજીક દેશી દારૂ ભરેલી બોલેરો સાથે એક ઝડપાયો, એક ફરાર

- text


વાંકાનેર તાલુકા પોલીસે પાયલોટિંગ સાથે થતી દેશી દારૂની હેરાફેરી પકડી પાડી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર નજીકથી તાલુકા પોલીસે બાતમીને આધારે કુખ્યાત શખ્સના પાયલોટિંગ સાથે દેશી દારૂ હેરફેર કરવાના કારસ્તાનમાં સુરેન્દ્રનગર જિલ્લાના એક શખ્સને 1100 લીટર દેશી દારૂ ભરેલી બોલેરો સાથે ઝડપી લીધો હતો. જો કે, ગાડીનું પાયલોટિંગ કરી રહેલો ગારીયા ગામનો નામચીન દારૂનો ધંધાર્થી નાસી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે જોધપર ગામની સામે પુલ નીચે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી બોલેરો કાર અટકાવી તલાસી લેતા બોલેરોમાંથી 1100 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 22000, એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2000 તેમજ બોલેરો ગાડી કિંમત રૂપિયા 3 લાખ સહિત 3,24 લાખના મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના નાડધરી ગામના જાલાભાઈ માધાભાઈ ગેલડીયા નામના શખ્સને પકડી પાડ્યો હતો.

- text

વધુમાં દેશી દારૂની બોલેરો આગળ વાંકાનેરના ગારીયા, યજ્ઞપુરુષ નગર ગામનો રહીશ અને દારૂનો ધંધાર્થી વિશાલ મંછારામ ગોંડલીયા પાયલોટિંગ કરી રહ્યો હોવાનું અને પોલીસને જોઈ નાસી ગયો હોવાની આરોપીએ કબૂલાત આપતા પોલીસે બોલેરો કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ હેઠળ બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

- text