હળવદના સુંદરગઢ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, ત્રણ નાસી ગયા

- text


હળવદ : હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામે હળવદ પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. જો કે, સીમ વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગાર ઉપર દરોડામાં ચાર આરોપી પકડાઈ ગયા હતા જ્યારે ત્રણ નાસી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામની કરાર સીમમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડતા જુગરીઓએ મુઠ્ઠીઓ વાળી દોટ મૂકી હતી. આ દરોડા દરમિયાન આરોપી લાલજીભાઇ કુકાભાઇ ચરમારી, કુકાભાઇ જગાભાઇ પંચાસરા, જેરામભાઇ મેરાભાઇ ચરમારી, મેરાભાઇ ખેતાભાઇ લાંબરીયા નામના શખ્સો ઝડપાઇ ગયા હતા જ્યારે ધનજીભાઇ ગેલાભાઇ ઉડેચા, રમેશભાઇ ગોરધનભાઇ ચરમારી અને મુકેશભાઇ જગાભાઇ ચરમારી નાસી જતા પોલીસે સાતેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 65,600 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text