મોરબીના લાતીપ્લોટમા ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયુ

- text


મોરબી : મોરબી શહેરના લાતીપ્લોટમા ઓફિસમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લઈ રોકડા રૂપિયા 10,500 કબ્જે કર્યા હતા.

- text

પ્રાપ્ત વિગતો મુજબ લાતીપ્લોટ શેરી નંબર 2 માં આવેલ આરોપી અનિલભાઈ હરિલાલ રાજાની ઓફિસમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી અનીલભાઇ હરીલાલ રાજા, લાલજીભાઇ ભાણજીભાઇ સોલંકી, જેસીંગભાઇ પ્રેમજીભાઇ ધંધુકીયા અને અનવરભાઇ અલીમામદ સૈયદને તીનપતિ રમતા રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 10,500 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

 

- text