હળવદમાં આડેધડ પાર્ક થતા વાહનો કબ્જે કરતી પોલીસ 

- text


મનપડે ત્યાં વાહન પાર્ક કરી ચાવી પણ વાહનોમાં જ રાખી દેતા પોલીસે 120 જેટલી ચાવીઓ પણ જપ્ત કરી

હળવદ : હળવદ પોલીસ આજે આડેધડ પાર્ક થયેલા વાહનો ઉપર તૂટી પડી હતી. આડેધડ પાર્ક થયેલા વાહનો ટ્રાફીકની સમસ્યા સર્જતાં હોવાથી આજે પોલીસે આડેધડ વાહન પાર્કિગ ઉપર તવાઈ ઉતારી હતી. અમુક લોકો આડેધડ વાહનો પાર્ક કરીને વાહનોમાં જ ચાવી રાખી દેતા હોવાથી પોલીસે આવા વાહનો સામે કડક કાર્યવાહી કરીને આવા વાહનોની 120 જેટલી ચાવીઓ જપ્ત કરી છે.

હળવદમાં ઘણા સમયથી ટ્રાફિકનો પ્રશ્ન સળગતો છે. ખાસ કરીને શહેરના મુખ્યમાર્ગો ઉપર અમુક લોકો ટ્રાફિકના નિયમો નેવે મૂકીને પોતાના વાહનો મન ફાવે ત્યાં પાર્કિગ કરી દેતા હોવાથી ટ્રાફીકની સમસ્યા જટિલ બને છે. જો કે પોલીસ અવિરતપણે આવા આડેધડ વાહન પાર્કિહ સામે સતત કાર્યવાહી કરે છે. પણ આજે તો હદ બહારના આડેધડ પાર્ક થયેલા વાહનો જોવા મળતા હળવદ પોલીસે આવા આડેધડ વાહન પાર્કિગ સામે આજે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હળવદ પોલીસે શહેરના મુખ્ય બજાર વિસ્તાર સરાનાકા પાસે આડેધડ પાર્ક ઘયેલા વાહનો ઉપર તવાઈ ઉતારી હતી. જેમાં સરાનાકાથી સરા ચોકડી સાથે ઘણા વાહનો મન ફાવે તેમ પાર્ક થયેલા હોય અને ઉપરથી આવા વાહનોમાં જ ચાવી રાખીને જતા રહેતા અમુક લોકોની બેદરકારીને કારણે વાહનોની ચોરી વધતી હોવાથી આજે પોલીસે આવા 120થી વધુ વાહનોની ચાવી કબજે કરી હતી.

- text

બાદમાં પોલીસે આવા વાહન ચાલકોને બોલાવીને આડેધડ વાહન પાર્ક ન કરવા સમજાવીને ચાવીઓ પરત કરી હતી. ચાવીઓ વાહનોમાં જ રાખી દેવાથી ચોરીના બનાવો બનતા હોવાથી પોલીસે આ અંગે તાકીદ કરી જો ફરી આવી બેદરકારી રખાશે તો કડક કાર્યવાહી કરાશે તેવી વાહન ચાલકોને ચેતવણી પણ આપી હતી.

- text