બીમારીથી કંટાળેલા વૃદ્ધે ઇલેક્ટ્રિક પલંગમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો

- text


વાંકાનેરમા આપઘાતનો વિચિત્ર બનાવ સામે આવ્યો 

વાંકાનેર : વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર બીમારીથી કંટાળી ગયેલ વૃદ્ધે ઇલેક્ટ્રિક પલંગમાં સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના પ્રતાપ રોડ ઉપર રહેતા દિલીપકુમાર મણિલાલ જોબનપુત્રા ઉ.76 નામના વૃદ્ધનો પગનો ગોળો બે અઢી વર્ષથી ભાંગી ગયા બાદ પેશાબની બીમારી પણ હોય પોતાના ઘેર ઇલેક્ટ્રિક પલંગમાં બન્ને છેડે સાડી બાંધી ઇલેક્ટ્રિક પલંગની સ્વીચ દ્વારા પલંગ ઉંચો કરી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text