હળવદમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

- text


હળવદ : હળવદ પોલીસે મહર્ષિ સોસાયટીમાં જાહેરમાં રમાતા જુગાર ઉપર દરોડો પાડીને પાંચ શખ્સોને રૂ. ૨૦ હજારની રોકડ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસે બાતમીના આધારે મહર્ષિ સોસાયટીમાં જુગાર રમતા નિલેશભાઈ રમણીકભાઈ ગોઠી રહે. કણબીપરા, પંકજભાઇ જગદીશભાઇ જોષી રહે. શ્રીજીદર્શન સોસાયટી, જયેશભાઇ અમરતભાઇ રાઠોડ રહે. મહર્ષિ ટાઉનશીપ, કૌશીકભાઇ પ્રવિણભાઇ ગૌસ્વામી, રહે.સિધ્ધનાથ સોસાયટી અને હિતુભા સામતસિહ ઝાલા રહે. પ્રમુખસ્વામી નગર સોસાયટીવાળાને રૂ.૨૦,૨૦૦ રોકડા મળી કુલ ૮૫,૨૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

- text

આ કામગીરીમાં પો.ઇન્સ. કે.એમ.છાસીયા, હેડ.કોન્સ. કિશોરભાઇ મનજીભાઇ સોલગામા, કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઈ ચૌહાણ, કોન્સ તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા, કોન્સ. બીપીનભાઇ મંગળભાઇ પરમાર રોકાયેલ હતા.

- text