મુખ્યમંત્રીના જન્મદિવસે મોરબી તાલુકા યુવા ભાજપે બાળકોને નાસ્તાનું વિતરણ કર્યું

- text


મોરબી : આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મદિવસ છે ત્યારે ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરીને મુખ્યમંત્રીનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા બાળકોને નાસ્તાનું વિતરણ કરીને મુખ્યમંત્રીનો જન્મદિવસ ઉજવ્યો હતો.

- text

મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે મોરબી તાલુકા યુવા ભાજપ દ્વારા મોરબીમાં નાના બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ તકે પ્રમુખ નીતેશભાઈ બાવરવા, મહામંત્રી આનંદભાઈ અગોલા અને મોરબી તાલુકા યુવા મોરચાની ટીમ હાજર રહી હતી

- text