મોરબીમાં અકસ્માત વીમો નામંજૂર કરતી કંપની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા કોર્ટનો મહત્વનો ચુકાદો

- text


વીમાધારકને રૂ. 1.25 લાખ ઉપરાંત ખર્ચની રૂ. 10,000 રકમ 8 ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ

મોરબી : મોરબીમાં અકસ્માત બાદ રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીએ વીમો આપવાની ના પાડતાં તેણે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફત વીમા કંપની સામે દાવો દાખલ કરતા ગ્રાહક સુરક્ષા કોર્ટે રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીને ગ્રાહક અદાલતે 1.25 લાખ અને 10,000 ખર્ચના કેઇસ દાખલ તા. 19 ઓક્ટોબર 2022થી આઠ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.

- text

મોરબીના વતની કુલદીપસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલાનું વાહન રંગપર રોડપર કન્ટેનર સાથે ટકરાતા વાહનને ઘણુ નુકશાન થયેલ ફરીયાદી કુલદિપસિંહ ઝાલાએ તાત્કાલીક વીમા કંપનીને જાણ કરેલ અને તમામ કાગળો રજુ કરેલ હતા. પરંતુ વીમા કંપનીએ સામાન્ય કારણોસર વીમો આપવાની ના પાડેલ હતી. તેથી તેણે મોરબી શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં ફરિયાદ કરેલ કોર્ટે વીમા કંપનીને જણાવેલ કે ગ્રાહકે વીમો ભરેલ છે અને સમય મર્યાદામાં તમામ કાગળો મહેતા કન્સલટીંગ દ્વારા રજુ કરેલ છે. વીમા કંપનીની સેવામાં ખામી છે વીમા કંપનીએ આપેલ કારણો ગ્રાહક અદાલતે માન્ય રાખેલ નહી અને ફરીયાદી કુલદીપસિંહ ઝાલાને 1.25 લાખ અને 10,000 કેઇસ દાખલ તા.૧૯/૧૦/૨૦૨૦ થી ચુકવવાનો આદેશ કરેલ છે. ગ્રાહક વીમા કંપનીની સેવામાં ખામી છે. વીમા કંપનીએ આપેલ કારણો ગ્રાહક અદાલતે માન્ય રાખેલ નહીં અને ફરીયાદી કુલદીપસિંહ ઝાલા તરફે હુકમ કર્યો છે. ગ્રાહકે પોતાના હકક અને હિત માટે લડત આપવી જોઇએ કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો પ્રમુખ લાલજીભાઇ મહેતા, મંત્રી રામ મહેતાનો સ મોબાઇલ નં. ૯૮૨૫૭ ૯૦૪૧૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text