મોરબીના ભરતનગર આરોગ્ય કેન્દ્ર દ્વારા રોગચાળા અટકાયતી પગલાં લેવાયા

- text


મોરબી : મોરબી તાલુકાના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સઘન સર્વેલન્સ દ્વારા રોગચાળા અટકાયતી કામગીરી કરવામાં આવી હતી.

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. સી.એલ. વારેવડીયા અને ડો. ડી.એસ. પાંચોટીયાના માર્ગદર્શન હેઠળ ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સઘન સર્વેલન્સ દ્વારા રોગચાળા અટકાયતી કામગીરી કરાઈ હતી. જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચોમાસાની વર્ષાઋતુના રોગચાળાને અટકાવવા ઘરે ઘરે આરોગ્ય કર્મચારી દ્વારા મુલાકાલ લઈ દવા વિતરણ અને રોગચાળાથી બચવા અંગે માહિતી આપવામાં આવી હતી. ભરતભાઈ કાલરીયા દ્વારા આ તમામ કામગીરીનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું.

- text

- text