મોરબીમાં રિજેક્ટ ટાઇલ્સ વેચવાનું કહી ઠગાઈ કરનાર ત્રણ પૈકી એક ઝડપાયો

- text


ત્રણ ભેજાબાજોએ રિજેક્ટ ટાઇલ્સ આપવાનું કહીને રૂ.1.26 લાખનો ચુનો લગાવ્યો હતો

મોરબી : મોરબીમાં સીરામીક વેપારીને રિજેક્ટ ટાઇલ્સ માલ આપવાનું કહી પહેલા રૂ.1.26 લાખ પડાવીને રિજેક્ટ માલ નહિ આપીને ઠગાઈ કર્યાની ત્રણ ભેજાબાજો સામે ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે એક આરોપીને ઝડપી અન્ય બે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબીમાં સીરામીક ટાઇલ્સનો વેપાર કરતા હાર્દિકભાઈ પ્રભુલાલભાઈ મંડાણીએ સચિનભાઈ, વિશાલભાઈ દોશી અને પ્રતાપભાઈ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી સચિનભાઈએ પોતાના ફેસબુકમાં સીરામીક ટાઇલ્સના ફોટા મૂકી આ રિજેક્ટ માલ વેચવાની પોસ્ટ મૂકી હતી. આથી સીરામીક વેપારીએ તેમનો ફોન મેળવીને સંપર્ક કરી આ રિજેક્ટ માલ વેચાતો લેવાની ઇચ્છા દર્શાવી હતી. આથી આરોપીએ ફરિયાદીને બેકમાં પહેલા રૂ. 70 હજારનું પેમેન્ટ જમા કરવાનું કહેતા ફરિયાદીએ તેમના બેક ખાતામાં 70 હાજર રૂપિયા જમા કરાવી નાખ્યા હતા. બાદમાં આરોપીએ માલ ગાડીમાં ભરાતો હોવાના વોટ્સએપમાં ફોટા મોકલાવી તમે બીજા રૂ.56 હજાર આપો એટલે ગાડી રવાના કરું એમ કહેતા નક્કી થયેલ મુજબ મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલા અન્ય બે આરોપીઓને સીરામીક વેપારીએ રૂ.56 હજાર આપી દીધા હતા પણ પછી માલ ન મોકલાવીને રૂ.1.26 લાખની ઠગાઈ કર્યાનું માલુમ પડતા તેઓએ ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે હાલ એક આરોપી પ્રતાપભાઈ બેચરભાઈ પરમારને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text