અંતે નંબર પ્લેટ વગર દોડતા કાળમુખા વાહનોને 8 લાખથી વધુનો દંડ

- text


આરટીઓએ જૂન માસમાં 46 અને 11 જુલાઈ સુધીમાં 49 નંબર વગરના વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી

મોરબી : મોરબીમાં ઘણા સમયથી નંબર વગરના ડમ્પરો સાહિત્યના વાહનો દોડી રહ્યા હોવાની વ્યાપક ફરિયાદને પગલે આરટીઓ તંત્ર જાગ્યું છે અને ડમ્પર ચાલકો અને માલિકો વિરુદ્ધ મોરબી આરટીઓ તંત્રએ તવાઈ ઉતારી હતી અને આરટીઓએ જૂન માસમાં 46 અને 11 જુલાઈ સુધીમાં 49 નંબર વગરના વાહનો સામે દંડનીય કાર્યવાહી કરી 8 લાખથી વધુનો દંડ વસુલ્યો હતો.

- text

મોરબીમાં લાંબા સમયથી નંબર વગરના ડમ્પરો સહિતના વાહનો બેલગામ બનીને બેફામ દોડી રહ્યા છે અને આ નંબર વગરના ડમ્પરો સહિતના વાહનો ભારે ત્રાસ વર્તવતા હોવાથી તંત્રના અસ્તિત્વ સામે પણ સવાલો ઉઠ્યા હતા. બીજી તરફ નંબર વગરના વાહનો સામે તંત્ર કાર્યવાહી ન કરતું હોવાની પણ ફરિયાદ વચ્ચે મોરબી આરટીઓ તંત્રએ છેલ્લા દોઢેક માસમાં નંબર વગરના વાહનો સામે કાર્યવાહી કરીને આરટીઓ આ નંબર વગરના વાહનો સામે તંત્રની કાર્યવાહી ચાલુ જ હોવાનું જાહેર કર્યું છે. મોરબી આરટીઓ તંત્રએ જાહેર કરેલા આંકડા મુજબ જૂન માસમાં નંબર વગરના 46 વાહનોને રૂ.3.38, 580 અને ચાલુ જુલાઈની 11 તારીખ સુધીમાં 49 વાહનોને રૂ.5.47.354નો દંડ ફટકાર્યો હતો. જો કે જૂન માસમાં કરેલી કાર્યવાહી સામે જુલાઈ માસના 11 દિવસમાં કરેલી કાર્યવાહીનો આંકડો વધુ છે. એટલે આ મહિનાથી અંતમાં વધુ નંબર વગરના વાહની સામે કાર્યવાહી થાય તેવી શક્યતા છે અને નંબર વગરના વાહનો સામે તવાઈ ચાલુ જ રહેશે અને મોરબીમાં નંબર વગર દોડતા વાહનોનો ત્રાસ કોઈ કાળે નહિ ચલાવી લેવાય તેવું આરટીઓ અધિકારી રોહિત પ્રજાપતિએ જણાવ્યું છે.

- text