હળવદ નજીક ચાલુ ટ્રેનમાંથી પડી ગયેલ યુવાનનું મોત 

- text


ત્રણ દિવસ પહેલા યુવાન ટ્રેનમાંથી પડી જતા રાજકોટ સારવારમાં ખસેડાયો હતો : પરિવારજનોની શોધખોળ

હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા નજીક ત્રણ દિવસ પહેલા બરેલી એક્સપ્રેસ ટ્રેનના પગથિયે બેઠેલો યુવાન ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ,મોરબી અને ત્યારબાદ રાજકોટ ખસેડાયો હતો જોકે ગઈકાલે મોડી સાંજે આ યુવાનનુ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

- text

હળવદ નજીક ત્રણ દિવસ પહેલા અમદાવાદથી ભુજ જતી બરેલી એક્સપ્રેસ ટ્રેનના પગથિયેથી પડી ગયેલ અજાણ્યા યુવાનને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી અને ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.જોકે યુવાન બેભાન થઈ જતા યુવાન ક્યાંનો હતો અને ક્યાં જતો હતો તે હજુ સુધી સામે આવ્યું નથી સાથે જ રેલવે પોલીસની તપાસમાં યુવાનના ખિસ્સામાંથી પણ કોઈ પણ પ્રકારની કાંઈ વસ્તુ મળી ન આવી સાથે યુવાનના ખીચામાંથી ટિકિટ પણ મળી ન આવી હોય જેથી પોલીસને યુવાનના પરિવારજનો સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે.

જેથી હાલ ધાંગધ્રા રેલવે પોલીસના હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ માવુભા દ્વારા મૃતક યુવાનના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી રહી છે.જો કોઈને આ યુવાનના પરિવારજનોનો પતો મળે તો ૯૯૭૯૯૯૮૨૨૩ ઉપર સંપર્ક કરવા રેલવે પોલીસ દ્વારા જણાવ્યું છે.

- text