કચરો ભરવા માટે હાઈડ્રોલિક મશીન કામ કરશે : વોર્ડ નં.4થી શરૂઆત કરાઈ

- text


મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આજથી કચરો ભરવા માટેના હાઈડ્રોલિક મશીનની શરૂઆત કરવામાં આવી છે. આજે વોર્ડ નંબર 4માં સો ઓરડી વિસ્તારમાં કચરો ભરવા માટે હાઈડ્રોલિક મશીનનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ તકે મોરબી નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર મનસુખભાઈ બરાસરા, ગીરિરાજસિંહ ઝાલા, સુરેશભાઈ શિરોહીયા, ગૌતમભાઈ સોલંકી, નગરપાલિકા સુપરવાઈઝર જયદીપભાઈ લોરીયા, મનદીપભાઇ, મહેશભાઈ, અને પાલિકાના સફાઈ કામદારો હાજર રહ્યા હતા.

- text

- text