લીલાપર રોડની આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સ ફૂડ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબીની લીલાપર રોડ પર આવેલી આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સ ફૂડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં મોરબી સીટી-1 ના 30 જેટલા આંગણવાડી બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સી. ડી. પી. ઓ મયુરીબેન ઉપાધ્યાય, વોર્ડના કાઉન્સિલર ભાનુબેન નગવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમણે દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાનો શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધામાં બહેનોએ મિલેટ્સ માંથી વિવિધ વાનગીઓ બનાવી હતી અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

- text

- text