મોરબીની અદેપર શાળાના આચાર્ય અરવિંદભાઈ કૈલાને ભાવભેર વિદાયમાન અપાયું

- text


24 વર્ષ સુધી એક જ શાળામાં ફરજ બજાવી બે રૂમની શાળામાંથી પાંચ રૂમની શાળા બનાવી

મોરબી : મોરબી તાલુકાનું છેવાડાનું ગામ એટલે અદેપર. આ અદેપર પ્રાથમિક શાળાના આચાર્ય અરવિંદભાઈ કૈલાની બદલી થતાં તેમને ભાવસભર વિદાયમાન આપવામાં આવ્યું હતું. અદેપર શાળામાં 24 વર્ષ સુધી ફરજ બજાવી બે રૂમની શાળા હતી તેમાંથી આજે પાંચ રૂમની શાળા બનાવી છે. તેવી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે.

વિદ્યાર્થીકાળનો સૌથી લાંબો ગાળો પ્રાથમિક શિક્ષણનો હોય છે ત્યારે સમાજમાં પ્રાથમિક શિક્ષકનો માન, મોભો અને મરતબો ખુબ જ હોય છે. આવું જ કંઈક મોરબી તાલુકાનું અદેપર પ્રાથમિક શાળામાં જોવા મળ્યું. આ ગામની શાળાના આચાર્ય અરવિંદભાઈ કૈલા કે જે વર્ષ 1999માં કચ્છમાંથી બદલી થઈને આવ્યા હતા. થોડા વર્ષો એક જ શિક્ષક તરીકે શાળામાં ફરજ બજાવી ત્યારપછી તેમણે આચાર્ય તરીકે પદભાર સંભાળ્યો. શાળા માત્ર બે રૂમવાળી હતી તેમાંથી પાંચ રૂમની શાળાનું નિર્માણ કર્યુ. વચ્ચેના ગાળામાં સીઆરસી કો. ઓર્ડીનેટર તરીકે કામગીરી કર્યા બાદ ફરીવાર અદેપર શાળામાં આચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા. ત્યારથી આજ સુધી આચાર્ય તરીકે શાળાનું સંચાલન કર્યું.

તાજેતરમાં ઓનલાઇન બદલી કેમ્પમાં માધાપરવાડી કન્યા શાળામાં તેમની બદલી થતાં અરવિંદભાઈ કૈલાને શાળા પરિવાર, ગ્રામજનો, સીઆરસી કો ઓર્ડીનેટર ભરતભાઈ, તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઇ ધોરિયાણી, ગામના સરપંચ જનકસિંહ ઝાલા, શાળાના બાળકો દ્વારા દિવ્ય વિદાયમાન આપવામાં આવ્યું હતું. આ તકે અરવિંદભાઈએ શાળા અને બાળકોના વિકાસ માટે રૂ.11, 111/- અગિયાર હજાર એકસો અગિયાર પુરા અર્પણ કર્યા હતા. અરવિંદભાઈના પુત્ર પરિમલ અને તેમના પુત્રવધૂ અમીબેનએ શાળાના બાળકોને વાંચન લેખનમાં ઉપયોગી સાહિત્ય આપી શાળા પ્રત્યેનું ૠણ અદા કર્યું હતું.

- text

- text