કોંગ્રેસના કચ્છ લોકસભાના યુવા મોરચા પ્રભારી તરીકે મોરબીના યુવા અગ્રણીની વરણી

- text


મોરબી : ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં યુવા મોરચાના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે કચ્છ લોકસભા (જિલ્લા)ના યુવા મોરચાના પ્રભારી તરીકે મોરબી જિલ્લાના પુષ્પરાજસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ છે. ત્યારે પુષ્પરાજસિંહને આ જવાબદારી મળતા તેઓને શુભેચ્છાઓ મળી રહી છે.

- text

- text